આજનો શિક્ષક
આજનો શિક્ષક
બધું જ મૂંગે મોઢે સહેનાર તે છે શિક્ષક,
દરેકનું સાંભળનાર છતાં ચૂપ રહેનાર તે છે શિક્ષક,
અશક્ય કામોને શકય બનાવનાર તે છે શિક્ષક,
કાયમ અપમાનનાં ઘુંટડા ગળનાર તે છે શિક્ષક,
વિશાળ સમુદાય ધરાવનાર તે છે શિક્ષક,
છતાંય સ્વમાન માટેય ન લડી શકનાર તે છે શિક્ષક,
સમાજને સાચી રાહ બતાવનાર તે છે શિક્ષક,
નિષ્ઠાથી કામ કરવા છતાં, સાંભળવું પડતું હોય તો તે છે- શિક્ષક,
નિત-નવા પરિપત્રોથી પરેશાન કરાતો હોય તો તે છે શિક્ષક,
ચારેય બાજુ સમસ્યાઓથી ઘેરાયેલો હોય તો તે છે શિક્ષક,
ભૂતકાળના રાજાને દાસ બનાવી દીધો હોય તો તે છે શિક્ષક,
સ્વૈચ્છિક ભણાવવાને બદલે, બીબાઢાળ માળખામાં ઢાળી દીધો હોય તો તે છે શિક્ષક.