STORYMIRROR

Sheetlba Jadeja

Tragedy Others

3  

Sheetlba Jadeja

Tragedy Others

ઘાયલ

ઘાયલ

1 min
282

આંસુઓ સૂકાઈ જાય એટલું રોવડાવીશ નહીંં

અહેસાસ છૂટી જાય એવો પ્રેમ કરીશ નહીંં !


આંગળીના ટેરવા રોજ રિસાઈ જાય છે એ ક્ષણમાં,

એ ઘાયલ ટેરવા રોજ એટલા દબાવીશ નહીં !


તૂટી જવાય છે રોજ એક દિલ ને સમજાવીને 

જગ્યા વગરનાં છેદ એમાં રોજ કરીશ નહીં હવે !


હારી જવાય છે રોજ એ પ્રેમની પરીક્ષામાં,

ગણતરી મારી જીતની રહી નથી હવે !


તારા દરેક શબ્દો હવે તીર લાગે છે,

જે રોજ મારા શરીરને વીંધે છે !


રિસાઈ નથી શકતી એ જોડેલી કડીથી

ખુદને જ મનાવવાની આદત પાડી છે હવે !


જીવી રહી છું, જીવી ગઈ છું,

ખુદને મનાવી લીધી છે જિંદગીથી, 

આંસુઓનો બરફ બનાવી આગળ વધી રહી છું હવે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy