શબ્દોની સરવાણી
શબ્દોની સરવાણી
જ્યાં જ્યાં અધૂરા પડ્યાં,
જ્યાં ફરી પટકાણા,
જ્યાં એકલા અને અધૂરા પડ્યાં....
જ્યાં પોતાનાથી ઝઝૂમ્યાં
ત્યાં કામ આવી શબ્દોની સરવાણી...
જ્યાં અનુભવોનું ભાથું ઓછું પડ્યું,
જ્યાં સમજદારી ઓછી પડી..
જ્યાં સમયે શીખવી દીધું..
જ્યાં લડવું'તું પોતાનાથી...
ત્યાં કામ આવી શબ્દોની સરવાણી...
જ્યાં હાર જીતનો સવાલ ન હતો,
જ્યાં લાગણીનું મહત્વ ન હતું..
માણસ જ્યાં વણમાંગી આપતો સલાહો..
જ્યાં સમય પણ સાથે ન હતો..
ત્યાં કામ આવી શબ્દોની સરવાણી.
