STORYMIRROR

Jadav Kailas

Tragedy

3  

Jadav Kailas

Tragedy

સમય

સમય

1 min
155

મને પણ ક્યાં ખબર હતી કે તું મને જ હરાવી હંફાવી દઈશ,

હું તો સમજતી હતી કે હું સમય સાથે છું પણ,


તે કહી દીધું મારી સાથે કોઈ નથી અને હું કોઈની સાથે નથી...

પૂરપાટ દોડતા મને પકડવા કે મારી સાથે થવા મથતા નહીં, થાકી જશો..


કિંમત મારી છે અજાણી,

આજ સુધી હું જ મારાં સુધી પહોંચી નથી શક્યો પછી તમે કઈ રીતે પહોંચી શકશો..


મારું કોઈ મૂલ્ય નથી પણ બધું જ દેખાડી શકું છું..

હે માણસ મારાંથી અજાણ ન બન, હું લાગુ નિર્જીવ પણ સજીવ કરતા પણ આગળ છું..


મને કોઈ રોકી શક્યું નથી કે રોકી પણ શકશે નહીં...

હું નથી શિખર પર કે તળેટીમાં..

હું નથી અંદર કે નથી બહાર..


જયારે મારી ખોજ થઈ છે હું નથી પકડાયો..

પણ મારો રોલ જરૂર નિભાવી જાણું છું...

હું જ મારો પરિચય આપી દઉં, મને ઓળખી તો શકાશે પણ સમજી નહીં શકાય..

હું સમય છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy