STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

3  

Bhavna Bhatt

Tragedy

અભિનય

અભિનય

1 min
186

અભિનય ગળથૂથીમાંથી હોય છે,

જે સંબંધોમાં સ્વાર્થ માટે કરે છે,


મોટાં મોટાં કલાકારોને હંફાવે છે,

એવો બખુબી અભિનય કરે છે,


ભગવાન પણ થાપ ખાઈ જાય છે,

આવાં ભેજાબાજ માર્કેટમાં ફરે છે,


ચહેરા ઉપર મહોરું પહેરી ફરે છે,

અંદર અલગ બહાર ડોળ કરે છે,


ભાવનાઓની હાંસી ઉડાવે છે,

સ્વાર્થ ખાતર રમતો રમતાં હોય છે,


અભિનય કરીને રોદણાં રડે છે,

ગરજ સરી એટલે વૈદ વેરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy