STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance Tragedy

4  

Heena Pandya (ખુશી)

Romance Tragedy

ક્યાંક મારામાં હૃદય જેવું કશું

ક્યાંક મારામાં હૃદય જેવું કશું

1 min
245

ક્યાંક મારામાં હૃદય જેવું કશું મહેકાય છે,

'કે ભલે આજે અહીં વાતાવરણ ગરમાય છે.


લાગણીમાં મેં ભરી લીધો હવે છાનો પ્રણય,

કારણો છે એટલા સાટે અહીં સહેવાય છે.


તું મળે જો એ ગલીમાં હું નજર નીચી કરું,

આભ આજે લાલ થઇને જો ઘણું શરમાય છે.


જોઇને પણ બોલવાના હોય ના તો ચાલશે,

કે નજર મળતાં હૃદય મારું હવે હરખાય છે.


જે તમારા સ્પર્શથી ખીલ્યા હતાં,હા એ જ છે,

પ્રેમનાં પુષ્પો છે આ તો ક્યાં કદી કરમાય છે?


મૌનનાં પડઘા પડે છે સાંભળે જો કાન દઇ!

શબ્દની ભાષા તને ક્યાંથી હવે સમજાય છે?


હું મનાવી થાકતી પણ એક નો બે થાય તું?

જીદ તારી છે અનોખી ના પછી નરમાય છે.


શુદ્ધ એવી લાગણીઓ ક્યાં રહી છે આજમાં,

પ્રેમ જેવું છે કહીને આ જગત ભરમાય છે.


પ્રાણ માની એ કહે, તું ક્યાં અલગ છું શ્વાસથી?

નીકળું જો હું "ખુશી" થી, મોત આવી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance