વિરહની વ્યથા
વિરહની વ્યથા
સરળતાથી કેમ કરી કહું,
રેત સર્યા ની વાતો..
ભીતર કેટકેટલી તૃષાઓ,
ડૂબી મર્યાની વાતો..
રાત આખી આ પારિજાતે,
પુષ્પો લણ્યાની વાતો..
પરોઢિયે આંગણિયામાં,
સુગંધ ખર્યાની વાતો..
અંધકારમાં પતંગિયાએ,
ડુસકા ભર્યાની વાતો..
રોજ સવારે ફૂલો ઉપર,
ઝાકળ જડ્યાની વાતો..
રોજ ક્ષિતિજની પેલે પાર,
સાંજ ઢળ્યાની વાતો..
સૂરજનાં ચુંબનથી રાતી,
સંધ્યા ખીલ્યાની વાતો..
ઝરણાની ભીનાશે પત્થરમાં,
કુંપળ ફુટ્યાની વાતો..
નદીનાં વહ્યા પછી પર્વત પર
સળ પડ્યાની વાતો..
