કૌતુક
કૌતુક


કદીક કૌતુક થાય છે મને,
કયાંથી ટપકતા હશે આ આંસુ ?
ભલે રહયા એ પ્રવાહીના બિંદુ,
પાષાણ ને પીગળાવતા આંસુ..
કોઈકની યાદ ના અવકાશ ને,
લાગણીથી ભરી દેતા આંસુ..
મન પરના અસહ્ય બોજ ને,
બે બિંદુથી હળવા કરતા આંસુ..
હર્ષ અને ઉત્સાહના આવેશમાં,
કદીક છલકાઈ ઉઠતા આંસુ..
દુખ અને દર્દના વમળમાં,
મૂક સાક્ષી બની રહેતા આંસુ..
ભાવનાઓને વ્યકત કરતા,
ક્યારેક થીજી જાય છે આંસુ..
ગુજરતા દુઃખોની પરંપરામાં,
કોઈક વાર ખુટી પડતા આંસુ...
છતાં.....
જીવનનાં બદલાતા પ્રવાહમાં,
કદી ન રંગ બદલતા આંસુ...
જીવન ની બધી યાદોમાં,
કયાંક ને કયાંક ગોઠવાય છે આંસુ.