STORYMIRROR

Geeta Thakkar

Drama Romance

4  

Geeta Thakkar

Drama Romance

સોગાત થઈ

સોગાત થઈ

1 min
214

જિંદગીથી આજ મુલાકાત થઈ,

કોઈ નોખા સ્વપ્નની સોગાત થઈ,


એકઠાં થ્યાં પાંપણે શમણાં ઘણાં, 

ત્યાં મજાની પૂનમી એ રાત થઈ,


સ્નેહનાં જ્યાં નીર છાંટ્યાં આંગણે,

રાહ પર ફૂલો તણી બિછાત થઈ,


મૌન હોઠો પર છવાયું ત્યાં ઘણું,

આંખથી બસ આંખને તો વાત થઈ,


અર્થ શબ્દોને મળ્યાં જુદા જુદા,

લાગણીઓની અનોખી ભાત થઈ,


જિંદગીમાં જ્યાં મિલન એનું થયું,

એ સમયની સૌ પળો મિરાત થઈ,


છંદ, લય ને તાલ ભીતર જ્યાં ભળ્યાં,

"ગીત"માંથી કો' ગઝલની જાત થઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama