STORYMIRROR

Geeta Thakkar

Classics

4  

Geeta Thakkar

Classics

એક ક્ષણ

એક ક્ષણ

1 min
347

સમયની રેતમાં સરી ગઈ એક ક્ષણ,

નયનનાં ભેજમાં રહી ગઈ એક ક્ષણ.


ખિલાવી ઉરમાં ઊર્મિની કળી ઘણી,

ખુશીનું ફૂલ થઇ ખરી ગઇ એક ક્ષણ.


સજાવી સ્વપ્ન આંંખની અટારીમાં,

હદયમાં ખાલીપો ભરી ગઇ એક ક્ષણ.


અગણિત રંગ પૂરી આશનાં પછી,

સલૂણી સાંજ થઇ ઢળી ગઇ એક ક્ષણ.


વિરહની વસમી વેદના ભરી પળો,

ઉદાસી મનને ધરી ગઇ એક ક્ષણ.


અનોખી ને મીઠી મજાની યાદ દઇ,

ને ચિતનું ચેન જ હરી ગઇ એક ક્ષણ.


ઉજાગરા કરાવી "ગીત" રાતનાં,

ગઝલમાં યાદ સૌ લખી ગઇ એક ક્ષણ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics