STORYMIRROR

Geeta Thakkar

Inspirational

4  

Geeta Thakkar

Inspirational

મારી વાણી

મારી વાણી

1 min
294

મારું જીવન એ જ મારી વાણી,

શબ્દો બોલે છે મારી જ કહાણી.


ઝેર કદી ના ઓકું જીભથી દોસ્તો,

મારી ભાષાથી સૌએ મને જાણી.


અંતરમનને લપેટાયેલી છે જે,

ઈચ્છાની ચાદર મેં લીધી તાણી.


દેખાય છે એવો હોય ના એ ભીતર,

માણસની જાતને લીધી પિછાણી.


સંયમ, સંસ્કાર અને સત્યની ચાલે,

મુજ જીવનની રાહ સદા હરખાણી.


પૂણ્યનું ભાથું રોજ કમાઉં થોડું,

દરરોજ કરું સત્કર્મોની લ્હાણી.


કાલની ક્યાં કોઈનેય ખબર છે "ગીત",

મેં તો આજને હર હંમેશાં માણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational