STORYMIRROR

Sapana Vijapura

Inspirational

3  

Sapana Vijapura

Inspirational

સમી સાંજનાં સપનાં

સમી સાંજનાં સપનાં

1 min
26.8K


મુજ નયનમાં સજતાં સમી સાંજનાં સપનાં

પૂર્ણ થઈને સોહે ખૂલી આંખનાં સપનાં


થઈ સિતારો ચમકે ગઝલ આભમાં ઝગમગ

ચાંદ જેવાં શીતળ નરી રાતનાં સપનાં


ફૂલ, ફોરમ,બુટા જુહી વેલ મહેંકે હાથ

ખુશ્બુ આપે મેંદી ભર્યા હાથનાં સપનાં


ખૂબ નાનો પાલવ છે મારો છતાં ઈશ્વર

તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં


ભીંજવી દઉં તરસી ધરા પ્રેમથી મારાં

વરસું હું મૂશળધાર કહે આભનાં સપનાં


રંક્ના જીવનમાં ન રોમાન્સ કે ડાન્સ

પેટભર રોટી એજ છે રાંકના સપનાં


સર્વ દિવસો પંખી બની દૂર ઊડી ગયાં

લાવું દિવસો પાછાં ફરી પાંખનાં સપનાં


ક્યાંક તૂટે ના સ્પર્શથી એજ ડર લાગે

ખૂબ નાજુક કાજળ ભરી આંખનાં સપનાં


કોઈપણ રોકી ના શકે બે હ્રુદય મળતાં,

વ્હાલભર્યા મધ મધુર એકાંતના સપના


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational