Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rena piyush

Inspirational

3  

Rena piyush

Inspirational

'મા' શું લખું તારા માટે..

'મા' શું લખું તારા માટે..

1 min
14K


‘મા’ શું લખું તારા માટે?

‘મા’ લખતાં જ તો તે શીખવ્યું....

મનમાં થયું ‘મા’ તને ચાલ

આ દુનિયા બતાવું...

ચાલ ‘મા’ તને

પાંચ સિતારા હોટેલમાં

ડિનર કરાવું...!


બે પાંદડે શું થયાં કે

ભ્રમમાં આવી ભૂલી ગયા

અરે ! આ દુનિયા તો પહેલી

તારા નઝરે નિહાળી હતી

પ્રથમ અન્નનો કોળિયો

તો ‘મા’ તારા હાથે ગ્રહણ

કર્યો હતો...


આજકાલ આ "મધર્સ ડે"ની

ફેશન ચાલી છે...

વળી મન સળવલ્યું...

‘મા’ ને ભેંટ અર્પણ કરું?

શું અર્પણ કરી શકું

‘મા’ તને...?


આ શરીર પણ તો

તારું જ અંશ છે...!

તારી એ વેદનાને

વાચા આપવા માટે

આ જગતમાં કોઈ

શબ્દ નથી...


મારી ભૂલોની માફી

તુજ સમક્ષ માંગી શકું

એ શબ્દ નથી...

આ શીશ જ છે,

માત્ર ઝૂકવા માટે.


શત શત પ્રણામ

શત શત પ્રણામ

શત શત પ્રણામ

‘મા’


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational