STORYMIRROR

Rena piyush

Crime Thriller Tragedy

4.5  

Rena piyush

Crime Thriller Tragedy

નારીવાદ

નારીવાદ

1 min
28.1K


સ્ત્રી જ્યાં ઉડાડે છેદ સ્ત્રીનો,

નારીવાદ કોની સામે..?


સ્ત્રી થકી સ્ત્રીને જ સીતમ,

નારીવાદ કોની સામે...?


સ્ત્રી રૂપી વૃક્ષનાં બીજનો સ્ત્રી થકી જ નાશ,

નારીવાદ કોની સામે..?


શિખર પર પહોંચવાની,

મહ્ત્વકાંક્ષામાં જ્યાં ખુદનાં જ,

જીસ્મની નુમાઈશ,

નારીવાદ કોની સામે..?


ઈર્ષ્યાનાં પરમ ગુણનાં પ્રભુત્વ નીચે રહેલી સ્ત્રી,

સ્ત્રી ને જ દે માત,

નારીવાદ કોની સામે..?


સાસુ, વહુ, નણંદ ચાહે જે,

ઉપનામ આપો,

ઘર હોય કે કાર્યસ્થળ અહીં તો,

સ્ત્રી જ છે સ્ત્રીની સામે,

નારીવાદ કોની સામે ..?


***

(મારા મતે નારીવાદ એટલે સ્વતંત્રતા અને સ્વચ્છદતાં વચ્ચેની ભેદ રેખાને પિછાણી...હક અને ફરજો વચ્ચેની સભાનતાની સાથે સાથે મક્કમ પગલે ચાલતાં ખુદનાં અવાજને બુલંદ કરવો ... પોતાનું સ્વમાન જાળવી અન્યાય ને પડકારી સમસ્ત સ્ત્રીજાતીનાં અસ્તિત્વનું રક્ષણ એજ ધ્યેય ..

નારીવાદનાં પાયામાં સ્ત્રીનો આત્મવિશ્વાસ મૂળ મુદ્દો છે...અને આત્મવિશ્વાસ માટે આત્મનિર્ભર થવું જરૂરી છે.)


Rate this content
Log in

Similar gujarati poem from Crime