STORYMIRROR

Drsatyam Barot

Crime Inspirational

4  

Drsatyam Barot

Crime Inspirational

પોટાશના ઢગલે

પોટાશના ઢગલે

1 min
28K


ભીતર બધાં ખારાશના ઢગલે ઊભાં,

માનવ વગરની આશના ઢગલે ઊભાં.


છે આગનો તણખો બધાના હાથમાં,

તોયે બધાં પોટાશના ઢગલે ઊભાં.


ક્યારે બળે ઘર, દિલ બધાં કોને ખબર,

ઈર્ષા તણી એ લાશના ઢગલે ઊભાં.


મંદિર ચણે, માણસ બધે બેઘર ફરે,

ભૂખ્યા બધાં યે નાશના ઢગલે ઊભાં.


વાતો મહીં ફૂલો ઝરે મીઠાં બધાં,

પણ ભીતરે કડવાશના ઢગલે ઊભાં.


સાચું કહે કોને બધાં સરખા મળ્યાં,

શબ્દો બધાં બ્હેરાશના ઢગલે ઊભાં.


રંગે બધા જાતો બધાની એટલી,

એ જાતની કાળાશના ઢગલે ઊભાં.


એ પ્રેમની વાતો ભલે કરતાં રહે,

ધર્મો બધાં ખારાશના ઢગલે ઊભાં.


ગાગાલગા ગાગાલગા ગાગાલગા


Rate this content
Log in

Similar gujarati poem from Crime