Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignasa Mistry

Tragedy Crime Inspirational

4.5  

Jignasa Mistry

Tragedy Crime Inspirational

સ્ત્રી અરમાનોની ચિતા

સ્ત્રી અરમાનોની ચિતા

1 min
319


નથી બળતી ચિતાઓ, માત્ર ‘સ્મશાન’ ગૃહે,

દીઠી છે મેં તો ચિતાઓ, ઘેર ઘેર બળતી !


કોણ કહે છે ચિતાઓ મરણાંતે બળતી ?

જીવતા જીવ રોજ મરતી, 

સળગતી, ચિતાઓ મેં છે દીઠી !


‘નારી શક્તિ’ની વાતો ઘણી, 

પુરુષ સમોવડી સ્ત્રી ગણાતી,

છતાંય નારી કેરા સપનાં અને,

‘અરમાનોની ચિતાઓ તો છે રોજ બળતી !


“દીકરાના હતા અમને અભરખાં, 

ને ‘અભાગણ’ તે પાછી દીકરી જણી.”

‘માતૃત્વ’ કેરી ચિતા તો છે ત્યાં પણ બળતી !


“પપ્પા મારે ભણીને ‘ગગને ઉડવું’, 

ને મારે છે આકાશને ચુમવું" !

"ના રે ના ! તું તો છે દીકરી, 

ઘરના કામે બાંધ તું પ્રીતડી,"

‘સ્ત્રી શિક્ષણ’ કેરી ચિતા તો છે ત્યાં પણ બળતી !


‘મુક્ત’ મને મારે તો ‘જીવવું’, 

'હરવું’ ને છે મારે તો ‘ફરવું’,

પણ ‘બળાત્કાર’નો ભોગ એ બનતી,

‘નિર્ભયા’ કેરી ચિતા તો છે, ત્યાં પણ બળતી !


'પ્રિયતમ’ સંગ આયખું ઈચ્છતી,

પણ બાપ ‘આબરૂ’ જોઈ બીજાને પરણતી,

કફન સમાન ‘ચુંદડી’એ ઓઢતી, 

‘પ્રિયતમ-પ્રેમ’ તણી ચિતા તો છે ત્યાં પણ બળતી !


"તારા બાપે તો તને ખાલી હાથે પધરાવી,

ના મા તારીએ કોઈ કામમાં ‘પાવરધી’ કીધી”,

‘દહેજ’ કેરા નામની, 

અપમાનોની ચિતા તો છે ત્યાં પણ બળતી !


ઘરમાં સૌનું ધ્યાનએ ધરતી,

છતાં પતિ, પુત્રના ઉપહાસને સહેતી,

સ્વમાનને મારી, અપમાનને સહેતી, 

અન્યાય કેરી, ‘ચિતા’ તો છે ત્યાં પણ બળતી !


સપનાં તો છે આકાશને આંબુ,

જગતની સાથે હું કદમ મિલાવું,

પણ સમાજ કેરી બેડી હું કેમ રે ભાંગુ ?

રોજ મરતીને રોજ સળગતી,

ચિતા તો છે સ્ત્રી ઉર મહીં બળતી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy