પિયું
પિયું
શાંત ઝરૂખે નિરખી તારલિયો,
હું તો જોતી પિયુંની વાટલડી,
વરસાદ રાતને, અશ્રુનો સથવાર,
મિલન ઝંખે, આ તારી ઘાયલડી,
આભે જેમ મેઘાબંર ગાજે,
વીજળી કડાકે હૈયું મારું લાજે,
થાકી જોઈ સ્વામિ તારી વાટલડી,
પિયું મિલન ઝંખે નિજ આંખલડી,
વરસાદી સાંજને, માતૃભૂમિ કાજ,
સ્પર્શી અધર, છોડી વિયોગ કાજ,
વાટે તારી મહિનાને, વર્ષો વીત્યાં,
યાદે તારી મુજ નયને અશ્રુસર્યા,
મિલનની મનમાં અતિ આશા,
પણ મળી મને તિરંગે લપટી કાયા,
આભે છવાયાં હવે, કાળાં વાદળ,
યાદ તારી સંગ, જીવન ધૂળઢાંકળ,
કહે છે લોક મને અર્ધ રે પાગલ !
ગયાં ન આવે, બસ યાદ સંગાથ,
જિજ્ઞાસા વિયોગ ના મને મંજૂર,
મિલન થશે, છેલ્લે શ્ચાસે જરૂર,
શાંત ઝરૂખે આભ નિરખી,
જોતી હું તો પિયુંની વાટલડી.
પિયું મારાએ શહાદત વહોરી,
ગર્વ અનેરો,
છતાં વિયોગે આંખલડી આ રોતી !

