પ્રેમપર્વ
પ્રેમપર્વ
ઋતુરાજના વાસંતી માહોલમાં પ્રેમ પર્વ મનાવીએ,
લાગણીઓને બહેકાવી આલિંગનમાં પ્રેમ પર્વ મનાવીએ.
સારીયે કાયનાત મહેકી ઊઠી છે ફૂલોની ફોરમથી,
ખીલેલાં ગુલાબની સાથમાં પ્રેમ પર્વ મનાવીએ.
આવ, આજે તો તારા દિલનાં દરવાજા ખોલી નાખ,
તેમાં ધકધક થતી ધડકનમાં પ્રેમ પર્વ મનાવીએ.
બેખબર બની જવું છે દરેક ગમને ભૂલી જઈને,
તારી આંખોનાં જામમાં પ્રેમ પર્વ મનાવીએ.
મદહોશીની આલમ છવાઈ છે આજે અહીં,
ખોવાઈ જઈ એકબીજામાં પ્રેમ પર્વ મનાવીએ.
કાશ, જો થંભી જતો સમય અહીં જ કાયમ માટે,
નિઃશબ્દ બની મૌનનાં આગોશમાં પ્રેમ પર્વ મનાવીએ.
"સખી" યાદોની મહેફિલને દિલમાં સમાવી દઈને,
અહમને ઓગાળી દઈને તારામાં પ્રેમ પર્વ મનાવીએ.

