ખુદને
ખુદને
જેમ હું ખુદને વાંચતો ગયો,
તેમ તને હું સમજતો ગયો,
તારી નજરથી જોઈ હું ખુદને,
મારાં ભીતરને પારખતો ગયો,
જિંદગીએ અનેક ઘાવ આપ્યા,
ચાહતથી ઘાવોને ભરતો ગયો,
હૃદયથી જીવન જીવતા જીવતા,
પોતાના પારકાને ઓળખતો ગયો,
ચાહતમાં કોઈ સવાલ ન ઉઠાવ્યા,
જે કીધું એ બસ માનતો ગયો,
ચાહતમાં બધું જ તને સોંપ્યું છે,
હાથ પકડી બસ ચાલતો ગયો,
પાગલ ગણી હસે છે લોકો,
રોજ વેદી પર માથું ધરતો ગયો,
ચાહતમાં ખુદ પર દાવ લગાવી,
એક પછી એક બાજી હારતો ગયો,
છલાંગ માર્યા પછી શું વિચાર કરે ?
તારા ભરોસે બસ ડૂબતો ગયો,
મારી પણ જિદ છે દર્દને સહેવાની,
દુશ્મનોના હાથમાં તલવાર આપતો ગયો,
નથી સમજાતું આ ગણિત કોઈનું,
હું તો પ્રેમને જ ખ઼ુદા માનતો ગયો.

