STORYMIRROR

Harita Desai

Romance

4  

Harita Desai

Romance

કલાકાર

કલાકાર

1 min
326

કલાકાર ફરી આજે ચિત્રકામ કરવા પરોવાયો લાગે છે, અંબરને રંગતા ટાણે રંગ કેસરિયો ઢોળાયો લાગે છે,


નવોઢા એ ઓઢેલી ચૂંદડી જેવી આ સંઘ્યા લાગે છે,

સમગ્ર ધરતીના શણગારમાં રૂપ ઉમેરાયેલું લાગે છે,


આવી જ એક સાંજમાં થયેલી મુલાકાત દિલમાં રમ્યા કરે છે,

સાંજ તો આવશે તું આવે કે કેમ એવો વસવસો રહ્યા કરે છે,


શું તને પણ નથી આવતી યાદ આપણી એ મુલાકાત,

કે યાદ કરીને એ પળો તને પણ લાગે છે મારી જેમ આઘાત,


જોને કેવી બેશુમાર કેસરી રોશની પથરાયેલી છે,

એમાં જ આપણી એકાદ મુલાકાત અટવાયેલી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance