જો તું આવે !
જો તું આવે !
જો મળે તું મને, હૈયે વસાવી લઉં તને,
સમીર થઈને આવે, શ્વાસમાં સમાવી લઉં તને,
નથી ઇચ્છતી કે પ્રેમી બનીને આવ,
નથી કહેતી કે જીંદગી થઈને આવ,
એટલું જ માંગુ કે સારથી બનીને આવ,
જીવન સંગે વિતાવવાની હકીકત થઈને આવ,
પૂનમ કેરો ચંદ્ર બનીને આવ,
હવનની પવિત્ર અગ્નિ બનીને આવ,
અષાઢની મીઠી હેલી બનીને આવ,
ભર ઉનાળે તું વાસંતી વાયરો થઈને આવ,
બસ પછી આવતો જ હોય તો;
'હરી' ની સાચી પ્રિત થઈને આવ.

