આવીશ જરૂર
આવીશ જરૂર
હું આવીશ જરૂર મહેફિલમાં પણ,
મારા દુઃખને મટાડે એવી મદિરામાં તાકાત નથી,
પત્ર લખીશ તારા નામે તારા ગયા પછી પણ,
પહેલા જેવી એમાં છટાદાર વાત નથી,
ચંદ્ર તો રોજ એની કળા બદલે છે પણ,
પ્રથમ મુલાકાત સમી એ રાત નથી,
સંપર્ક તો થાય છે તારો સ્વપ્નોમાં પણ,
જિંદગી કહીને તને જીવવાનું ભૂલી જાવ એ મારી જાત નથી.
હું આવીશ, જરૂર આવીશ મહેફિલમાં હરિ પણ,
મારા એક તરફના પ્રણયથી હવે કોઈ બાકાત નથી, કોઈ બાકાત નથી.