કોણ છે તું
કોણ છે તું
જેને વાંચતા વાંચતા આખી જિંદગી વીતી જાય,
એવી અદભૂત કિતાબ છે તું,
આ મતલબની દુનિયામાં,
બેમતલબનું ખ્વાબ છે તું,
ભલે દુનિયાને લાગે પ્રેમનો ફકીર છે તું,
મારી દુનિયાના શતરંજનો વજીર છે તું
જૂઠી પ્રેમની દુનિયામાં,
મારા દિલનો સાચો ખ્વાબ છે તું,
મારા બેજવાબ અહેસાસનો,
કોઈ સમજી ના શકે એવો જવાબ છે તું.

