સમયના ખેલ
સમયના ખેલ
સમય પણ જોને કેવો ખેલ ખેલે છે, માંઝા મૂકીને ફરી લઈ લે છે,
કોને કહું આ વિરહ કેટલો વેરી છે,
લાગણી જતાવતા આ શબ્દો જ તો બેલી છે,
વિચારોમાં રમુ તો તું સમીપ ભાંસે છે,
હકીકતમાં થોડી તું કંઈ પાસે છે !
મનમાં તારા આવવાની આહટ સંભળાય છે,
રુધિર મારું સાગરની માફક ઊછળતું જણાય છે,
નયનોમાં માત્ર તારી યાદો તરે છે,
તારા વિચારો પરોઢ અને નિશાથી પણ પરે છે,
આ કાયા તારા આલિંગન માટે તરસે છે,
તું નથી આવી શકવાનો બસ એ જ હકીકત ખટકે છે.