માણસ છું
માણસ છું
1 min
104
થોડો અટવાયેલો માણસ છું,
અસંખ્ય રસ્તાઓ વચ્ચે થોડો ભટકાયેલો માણસ છું,
મોજ-મસ્તી વડે ઘેરાયેલો માણસ છું,
દુનિયાદારીના રંગોમાં રંગાયેલો માણસ છું,
કરજે મારા અપરાધો ક્ષમા જીવનના,
થોડો ભાન ભૂલેલો માણસ છું,
ગણેલી જ્યાં ભૂલો સઘળી સમાજે,
હું ત્યાં જ અટકેલો માણસ છું,
ભલે લાગુ આમ દેખીતો સાવ ખાલીખમ,
પણ અંદરથી તો છલોછલ ભરેલો માણસ છું.
