બસ લખાય છે
બસ લખાય છે
તારો ચહેરો જોઈ, મનમાં ને મનમાં મલકાય છે,
તારી ખુદની લટો કેવી તારી આંગળીઓમાં ફેરવાય છે,
તારા હાસ્ય પાછળની નિખાલસતા નીહાળી,
હૃદયમાં છૂપાયેલો વ્હાલ ભરપૂર છલકાય છે,
તને તો ખબર જ નહી હશે ને 'વ્હાલી',
દરેક ગલીમાં તારા રૂપના દીવાના ભટકાય છે,
આમ તો સમય લાગી જાય છે 'હરી' ને રચતા,
પણ તને જોય ને રોજ એક કવિતા લખાય છે,
તને તો લાગીશું અમે આશિક કવિ સમાન,
અરે ! આ શબ્દો થકી જ તો એક પ્રેમી વખણાય છે.