આપી જા
આપી જા
તારું પામેલું મન પાછું આપી જા,
પેલો લાગણીકેરો સંગ ફરી વાળી જા,
નથી રોકતી તને આગળ વધવાની,
બસ જે હતું મારું તે મને સોંપી જા,
એ જૂઠા વચન ને ખોટા વાયદા નહીં ચાલે,
રાધા- ક્રિષ્ન જેવો પ્રણય હોવાનું પ્રમાણ આપી જા,
નહીં વળવાનો હોય જો ફરી જીવનમાં મારા,
સઘળું ભૂલી આગળ વધવાની પ્રેરણા આપી જા,
આવીશ પાછો ભૂલથી પણ જીવનમાં,
જાણી ને પણ સાવ અજાણ્યા થવાનો ગુણ આપી જા.

