તું કે તારી વાતો
તું કે તારી વાતો
મોહી લીધું હતું મન તારી વાતો એ,
તારી ધ્વનિ આકર્ષક હતી કે તું એ ખબર ના પડી,
સમય હરણફાળ ભરી પસાર થતો હતો તારી સંગે,
તારો સાથ મહત્વનો હતો કે તું એ ખબર ના પડી,
એકરૂપ થઈ ગયાનો અહેસાસ હતો તારા બાથમાં,
તારો સ્પર્શ જાદુઈ હતો કે તું એ ખબર ના પડી,
વેઠવી પડે છે વિરહની અસહ્ય વેદના,
સજાની ભાગીદાર હું છું કે તું એ ખબર ના પડી,
શા કારણે થયા વિખૂટા ક્ષિતિજ આપણા,
ખરાબ સમય હતો કે 'અમે' એ ખબર ના પડી.