જીવન
જીવન
કોણ જાણે કોને સમજાયું છે,
આ જીવન કેવી રીતે જીવાયું છે,
પ્રત્યેક નાની ક્ષણો કને કરું નજર તો,
ભરપૂર ખુશીથી જાણે ભરાયું છે,
જરા વધુ વિચારવા જો બેસું તો,
આઘાતોના આલિંગનથી ઘેરાયું છે,
રહી વાત જીવનના સારાંશની તો,
જેવું નીતિએ ઘડ્યું હશે એવું જ જણાયું છે,
કોણ જાણે કોને સમજાયું છે,
આ જીવન કેવી રીતે જીવાયું છે.

