પાનખરમાં વસંત
પાનખરમાં વસંત
તારા સાથમાં અનેરી રંગત છે,
તારા માટેની લાગણી અનંત છે,
એકબીજાનો સાથ મળે કે ના મળે,
પ્રેમ રાખીશું એ પહેલી શરત છે,
તું સાથે હોય તો બધું મિથ્યા લાગે,
મારા માટે તું જ આખું જગત છે,
કાયમ મળે જો તારો સાથ તો,
પાનખરમાં પણ ખીલી વસંત છે,
દરેક જનમમાં તું જ મળે મને,
બસ હવે તો એ એક જ ચાહત છે.

