STORYMIRROR

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

અટકચાળા

અટકચાળા

1 min
348

તારી આંખોના સાગરના મોજાં,

સમાન પાંપણનાં નચાવે ઉછાળા;


તારા ઝુલ્ફોનાં ઝુમ્મર કરે ગોટાળા,

અળવીતરાં આ કેશ કેવાં ઘૂંઘરાળા;


મધુર ઓષ્ઠના અવનવા વળાંક,

રેલાવે સ્મિત વર્ષાના ઝરમરીયા;


બહુ ઉત્તેજના જગાવે છે તારાં,

ગાલે પડતા ખંજનના તળીયા;


ભ્રમરના ભપકા ભારે આકૃતિ,

ભ્રુકુટીની પાથરે છે અજવાળાં;


કાને લટકતાં ઝૂમખાંનો શ્રૃંગાર,

હલાવે હલીને કરે અટકચાળાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance