Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignasa Mistry

Tragedy Classics

4.7  

Jignasa Mistry

Tragedy Classics

કોણે બનાવી પીડિતા મને ?

કોણે બનાવી પીડિતા મને ?

1 min
488


હે નાથ ! બે કર જોડી પૂછું આજ,

કોણે કીધી પીડિતા મને ?


શક્તિનું સ્વરૂપ અને અગ્નિ પરીક્ષા ?

દ્રોપદી, સતીને, અનસુયાના નામે,

કોણે કીધી પીડિતા મને ?


દહેજ, પરદાને, દૂધપીતી કીધી,

બાળલગ્ન ને સતીપ્રથાના નામે,

કોણે કીધી પીડિતા મને ?


આટલાં વર્ષો પીડા વેઠી પણ, 

આઝાદી પછી પણ, ગુલામી વેઠી, 

કોણે કીધી પીડિતા મને ?


કૂખમાં મારી, જગ જોવાથી વંચિત રાખી,

ઘરકામના નામે અશિક્ષિત રાખી,

કોણે કીધી પીડિતા મને ?


વિધવા, વાંઝણી, અભાગણ,

અબળાને, ગણિકા જેવા ઉપનામે,

કોણે કીધી પીડિતા મને ?


જાતિભેદ, અપમાનો ધરી,

બળાત્કારે સંહાર કરી,

કોણે કીધી પીડિતા મને ?


સહનશીલતાની મૂર્તિ કહી,

અન્યાય સહેવા મજબૂર કરી,

ઘરેલું હિંસાના નામે,

કોણે કીધી પીડિતા મને ?


સદીઓથી આ રીતી ચાલી આવી,

આંચળમાં દૂધ, આંખોમાં અશ્રુ સમાવી !

કોણે કીધી પીડિતા મને ?


જગને પૂછું બે કર જોડી આજ, 

મુકો તમ આતમે હાથ, પછી કહો,

કોણે બનાવી પીડિતા મને ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy