STORYMIRROR

nidhi nihan

Romance Tragedy

3  

nidhi nihan

Romance Tragedy

શોધીશ હું

શોધીશ હું

1 min
26

નથી કોઈ સરનામું કે નથી 

કોઈ ભાળ તારી મળી જ અહીં,

ભીડભાડ ભરેલી આ દુનિયામાં

છતાં તને શોધી લઈશ હું.


ફૂલોની જેમ કોઈક તો બાગમાં

તારી ફોરમ ફેલાતી જ હશે,

સંગ ફોરમના સથવારે એ 

બાગ મહી દોડી આવીશ હું.


ઘોંઘાટ ભર્યા આ જગમાં ક્યાંક

તારો પણ સ્વર રેલાતો હશે,

બનીને સુરીલું વાજીંત્ર તારા

સંગીતમાં લય થકી ભળી જઈશ હું.


જાણું છું હૃદય છે તારું

મૃગજળથી છલોછલ દરિયો,

મોતી એક લાગણી તણું

બનીને મરજીવો શોધીશ હું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance