STORYMIRROR

nidhi nihan

Romance Inspirational Others

3  

nidhi nihan

Romance Inspirational Others

સંગાથ તું

સંગાથ તું

1 min
201

તને જોઈને તને જાણીને પ્રેમની નવી સમજાય વ્યાખ્યા છે,

તારા દરેક રુપમાં અનન્ય ભાવના દરિયા છલકતા ભળ્યા છે,


આ દુનિયાથી એકદમ અલગ અનોખો જ માણસ છે તું,

તારી સાચી ઓળખના ટકોરા હૃદયદ્વારે આજ ટકરાયા છે,


બહુ તુચ્છ ખુદનું અસ્તિત્વ લાગ્યું ખરેખર જ્યારે તને જાણ્યો,

પંડ પીડ વિસરાવી બહાદુરી ખંતના ઝરણાં રોમેરોમ છલકાવ્યા છે,


સઘળી ફરીયાદો સઘળી ભૂલો 'લૃપ્લ ' થૈ ગઈ અચાનક જ,

જોઈને તુજ જીવવાની ખૂમારી નૈને આદર અથાગ વર્તાયા છે,


કમજોરી નહીં અડગ તાકાત બનવાની એક લગની જગાડી,

તારા જીવતરે નિહન અપાર ખુશીઓ સંઘરવા દિ લાવ્યા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance