તારા સાથ વિના
તારા સાથ વિના


તારા સાથ વિના
અત્ર તત્ર સર્વત્ર ભાષે અધુરાશ તારા સાથ વિના.
જગ આ જીવતર દિઠે સુનકાર તારા સાથ વિના.
ખુણે ખાચકે પડી છે અમુક ખામીની લગીર ઢગલી,
છતાં જોને હૈયુ કહે ખુટે ધબકાર તારા સાથ વિના.
વરસાદી ફોરા જેવો નિર્મળ હેત હો એકમેક સર્વદા,
ઉગે ના ધોખળ તો શ્વાસે દુકાળ તારા સાથ વિના .
સુર્વણ તાજ ના મહેલો ઠાઠ કે સુખ સાહ્યબી જોયે,
પુષ્પ જાજમેય પગ પગ ખૂંચે કાટાળ તારા સાથ વિના.
વિરોધા ભાષ હો શબ્દ થકી મનમંથને હો લાગણી ભરી,
નિહન એકલ લાગે સજા એ કારાગાર તારા સાથ વિના.
- નિધી નિહન