કિંમત
કિંમત
ખેડૂતો પરસેવો પાડી,
ખેતી કરીને ધાન ઊગાડે,
અને ધાનનાં ઢગલા થાય,
તો ય ખેડૂત બિચારો રહે,
અને વેપારીઓ તવંગર થાય,
આમાં પરસેવાની કિંમત ક્યાં અંકાય?
મજૂર પરસેવો પાડી,
મજૂરી કરી માલ બનાવે,
અને માલના બોક્સ ભરાય,
તો ય મજૂરો બિચારા રહે,
અને માલિકો ધનવાન થાય,
આમાં પરસેવાની કિંમત ક્યાં અંકાય?
દાડિયાઓ પરસેવો પાડી,
ઊંચી ઊંચી બિલ્ડિંગો બનાવે,
અને બિલ્ડીંગોના ખડકલા થાય,
તો ય દાડિયાઓ બિચારા રહે,
અને બિલ્ડરોને કમાણી થાય,
આમાં પરસેવાની કિંમત ક્યાં અંકાય?
થાય જો પરસેવાની કિંમત સાચી,
તો બિચારો બળવાન થાય,
અને મારો ભારત દેશ,
રામરાજ્યમાં ફેરવાઈ જાય.
