હાશ થઈ ગઈ
હાશ થઈ ગઈ
મૃત્યુની આગોશમાં આવીને હાશ થઇ ગઈ,
ભલે ને ! શ્વાસો બંધ થતાં, હું લાશ થઈ ગઈ.
આખું આયખું તરફડ્યા કર્યું આઝાદી માટે,
જો ! હૃદય બંધ, ને ઈચ્છા બધી નાશ થઈ ગઈ.
આપ્યું છળકપટ ! હવે છાંતી કૂટો ! શું પડશે ફર્ક ?
દંભી આંસુ, રીતરિવાજોથી હુંય ત્રાસ થઈ ગઈ.
જોઈ છે ઘડી વારેઘડી, કેટલી લાગશે વાર હજી ?
આખરી તકલીફ દેતાં, અસ્થીઓ નિરાશ થઇ ગઇ.
ન ટાંગશો મુજ તસ્વીર, ખીંટીને નાહક શીદને ભાર ?
જો ! હવે, દૂર છતાં યાદોમાં હું તારી પાસ થઈ ગઈ.
