STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

અમે યાદ આવી ગયા

અમે યાદ આવી ગયા

1 min
124


તમારી યાદોમાં અમે ખોવાઈ ગયા,

તમારી વાટ જોઈને અમે થાકી ગયા,

તમે જ મારા હ્રદયમાં વસ્યા છો વાલમ,

એ વાત તમે કેમ ભૂલી ગયા?


તમારા સપનામાં અમે ડૂબતા રહ્યાં,

તારા ગણી ગણીને રાતો વિતાવતા રહ્યાં, 

તમારા નયનોમાં મારી છબી છે વાલમ,

એ વાત તમે કેમ ભૂલી ગયા?


તમારા મિલન માટે અમે તડપતા રહ્યાં,

તમારા પ્રેમ વગર અમે તરસતા રહ્યાં,

તમે જ મારા પ્રેમની સરિતા છો વાલમ,

એ વાત તમે કેમ ભૂલી ગયા?


અમને છોડીને તમે ક્યાંક ચાલ્યા ગયા,

તમારા વિરહમાં અમે આંસુ વહાવી ગયા,

"મુરલી" તમારા વિના અધૂરો હતો વાલમ,

આજ અમે કેમ યાદ આવી ગયા?


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance