વાયદો
વાયદો
તને મળવા માટે હું ઈચ્છુ છુ,
પણ મને તું કેમ મળતી નથી?
તારી વાટ જોઈને થાક્યો છું,
તુંં વાયદા કેમ નિભાવતી નથી.
સુંદર મજાની સંધ્યા ખીલી છે,
પણ તું ચહેરો કેમ દેખાડતી નથી?
તારા માટે હું તડપી રહ્યો છું,
તું મારા દિલમાં કેમ સમાતી નથી?
તારાઓની મહેફિલ જામી છે,
તારા વિના રંગત આવતી નથી,
દિલનું મૈખાનું ખોલી દીધુ છે મે,
તું જામ કેમ છલકાવતી નથી?
મને જોઈને ચંદ્ર વ્યંગમાં હસે છે,
તું મારી હાલત કેમ સમજતી નથી?
"મુરલી" તારા પ્રેમનો તરસ્યો થયો છે,
તું તરસનું શમન કેમ કરતી નથી?.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

