ધીરજ
ધીરજ
ધીરજ રાખીને હું ભટકી ગયો છું,
માર્ગ મને મનમાં કાંઈ સુઝતો નથી,
ધીરજ રાખીને હું નિરાશ થયો છું,
જીંદગીનો ખેલ જીતી શકાતો નથી.
સમાજથી અપમાનિત બન્યો છું,
માથે કલંક લઈને રખડી રહ્યો છું,
ધીરજ રાખીને બરબાદ થયો છું,
ચહેરો બતાવવા લાયક રહ્યો નથી.
જુલમ અને સિતમ સહી રહ્યો છું,
હવે વધુ ધીરજ રાખી શકતો નથી,
ધીરજના વળગણથી કેદ ગયો છું,
તે મારા સ્વભાવમાંથી હટતી નથી.
ધીરજને હવે હું દૂર કરવા ઈચ્છુ છું,
પણ તે મારો પીછો છોડતી જ નથી,
ક્યાં સુધી સહન કરતો રહીશ "મુરલી",
તેને દફનાવવાની જગ્યા મળતી નથી.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
