પ્રિયતમની વ્યથા
પ્રિયતમની વ્યથા
તને યાદ કરવાથી મળવાની તમન્ના વધી જાય છે,
તારા જ વિચારોમાં મારી દરેક રાત પસાર થાય છે.
તારી તસ્વીર જોવાથી, મારું હૃદય તડપી જાય છે,
તને મળવા માટે મારૂં મન ખૂબ વ્યાકુળ થઈ જાય છે.
તારી રાહ જોઈ જોઈને મારી આંખો થાકી જાય છે,
તુ જો ન આવે તો મનમાં નિરાશા વ્યાપી જાય છે.
તારા વિના આ વસંત મને પાનખર જેવી લાગે છે,
આ ઘરની દિવાલો પણ મને હવે સૂમસાન લાગે છે.
તું પાસે હોય તો હૃદયનું મયખાનુ ખુલી જાય છે,
પણ જો તું ન હોયતો "મુરલી" બેચેન થઈ જાય છે.
રરચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

