તારા વિના અધૂરૂં
તારા વિના અધૂરૂં


તારા વિના આ રમણીય દ્રશ્યો મને અધૂરા લાગે છે,
ડુબતા સૂરજના કિરણો હવે મને તીર જેવા લાગે છે.
તારા વિના આ આંગણ મને સૂમસામ જેવું લાગે છે, મહેંકતા પૂષ્પો પણ મને હવે મુરઝાઈ ગયેલા લાગે છે.
તારા વિના આ પૂનમની રાતડી મને અમાસ લાગે છે, ચમકતા તારાઓની મહેફિલ મને હવે વેરણ લાગે છે.
તારા વિના આ મારૂં હ્રદય મને પથ્થર જેવું લાગે છે,
મારા શ્ચાસોની સરગમ પણ મને હવે બેસુરી લાગે છે.
તારા વિના મારી "મુરલી" મને રિસાઈ ગયેલી લાગે છે
તેમાંથી નિકળતી મધુર તાન હવે મને કરૂણ લાગે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)