કંકુ થાપા
કંકુ થાપા
એક ગીત ભૂંસાયા ભીંતેથી કંકુના થાપા સૈયર, મારી આંખેથી ઉતર્યા ઓછાયા. આભલે ચમકતો ચાંદલિયો જોઈ સૈયર, અંગેઅંગ વીંછીના ડંખ છલકાયા, નંદવાણા હાથ પર આંસુના ઘાવ સૈયર. મધ્યાહને જાણે સળગે સ્વપ્નના પડછાયા, વાટ જોતી આંખોમાં દરિયા છે સૈયર. ભૂલવા ઘણું મથું છું પણ ના ભૂલાયા, ખેતરના શેઢે મઢી યાદોને સૈયર, સાવ અચાનક સપનાં તો થયા રઘવાયા. ભેંકાર ભીંતો પર ચીતરેલા મોર સૈયર, થયા મેડી ને માળિયા પણ પરાયા.
- દિનેશ નાયક 'અક્ષર'
. સરડોઈ
