STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

ઉંદર અને માણસ

ઉંદર અને માણસ

1 min
16

ઘરના ખૂણેથી દોડીને ઉંદર સીધો થાળી પર ચઢે છે,
એને ખબર છે...
ભૂખ શરમથી મોટી છે.
પણ આ આજનો માણસ ?
હક્કનો કાગળ હાથમાં છે,
છતાં ઉંબરો ઓળંગતા ડરે છે,
અન્યાય સામે આંખ ખોલવાને બદલે પોતાના પડછાયાથી ફફડે છે. ઉંદર રોટલી કાજે લડે છે, માણસ રોટલી ખોઈને પણ ચુપ રહેવાની કળામાં સડે છે.
ભીંત કોતરતો ઉંદર નાનો નથી,
નાનો તો એ 'માણસ' છે. જે સ્વાભિમાનની દીવાલ કોતરાતી જોઈ મૂંગો ઊભો રહે છે. 

-દિનેશ નાયક 'અક્ષર'
 
સરડોઈ


સામગ્રીને રેટ આપો
લોગિન