STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

હાથમાં કલમ...

હાથમાં કલમ...

1 min
0

હાથમાં લઈ ને કલમ ઢળવાનું છે,
એક દી કાગળ સમું બળવાનું છે.

આંખથી જે કંઈ વહ્યું સ્યાહી થયું,
લોહી થઈ શબ્દોમાં તો મળવાનું છે. ​

કાચના આ શ્વાસના ઘરમાં સદા,
રોજ આ આયુષ્ય તો ગળવાનું છે.

વાહ કહેતી આ સભા અણજાણ છે, ભીતરે અંધારમાં છડવાનું છે. ​

મૌનની સરહદ હવે સામે અહીં,
આ જગતથી વક્ત પર ટળવાનું છે.

-દિનેશ નાયક 'અક્ષર'
  સરડોઈ


Rate this content
Log in