STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

વાંસળીના સૂર

વાંસળીના સૂર

1 min
2

વાંસળીના સૂર ઝીણી ઝીણી ઊતરે સંધ્યાની છાંય, દૂર દૂર વાંસળીના સૂર રેલાય ! ઝાડની ડાળે ડોલે મંદ પવન, હળવેથી સ્પર્શે છે સૂનું આ મન. ઝાકળના મોતીમાં ધરતી મલકાય, દૂર દૂર વાંસળીના સૂર રેલાય ! આંખોમાં ઊગે કોઈ મધુર અણસાર, હૈયામાં ગુંજે જાણીતો ઝણકાર. મૌનની સરહદે હેત છલકાય, દૂર દૂર વાંસળીના સૂર રેલાય ! સૂની કેડીએ ઝૂમે અંતર આજ, અંતરમાં વાગે કોઈ મીઠા સાજ. પગલાં અટક્યાં છતાં મન મોહાય, દૂર દૂર વાંસળીના સૂર રેલાય! સાંજ ઢળે તોય સાદ ના ઢળાય, મનના આંગણે હવે શ્યામ જણાય. રોમે રોમે હવે નામ સંભળાય, દૂર દૂર વાંસળીના સૂર રેલાય !

 -દિનેશ નાયક 'અક્ષર'
       . સરડોઈ


Rate this content
Log in