STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

ગઝલ

ગઝલ

1 min
3

શ્વાસમાં ગૂંજે સદા શું ઝૂમતું આ ગાન છે?
જિંદગી છે એક મેળો આજ તો મસ્તાન છે.

આંખ ખોલું ત્યાં જ ઊગે રોશની આ સામટી,
કોણ રાખે ખેદ કે આનંદનું ક્યાં ભાન છે!

મોજથી ગાતી વહે છે વ્હાલની ધારા સદા,
ઈશની એ ભેટ છે કે હેતનું આ દાન છે!

ડાળ સૂકી ત્યાં વસંતે રંગ એવા પાથરી, ઝૂલતું ને ફૂટતું જો લીલુડું આ પાન છે!

શાંત બેસી એકલો ત્યાં ભીતરે જે ઓળખું,
સૂર્ય જેવી દીપતી આ ભીતરી શું શાન છે!

   - દિનેશ નાયક 'અક્ષર' 


સામગ્રીને રેટ આપો
લોગિન