STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

ગઝલ

ગઝલ

1 min
5

દરદ તો હૃદયમાં સમાતું રહે છે,
અહીં મૌન હોઠે છુપાતું રહે છે.

તમે ક્યાં કહો છો વધારો સ્મરણને,
છતાં નામ દિલથી ભુલાતું રહે છે.

હજારો વ્યથાઓ સહી છે સદાયે,
અરે, કંઈ નકામું દબાતું રહે છે.

ગણતરી કરે છે બધા આ પળોની,
અહીં આયુષ્ય છાનું મપાતું રહે છે.

તમે મૌન થઈને કહો છો સદા જે, કલમથી હવે એ લખાતું રહે છે.
-દિનેશ નાયક 'અક્ષર'


સામગ્રીને રેટ આપો
લોગિન