આશાનો પતંગ
આશાનો પતંગ
1 min
2
સૂરજ ચાલ્યો ઉત્તર પક્ષે, બદલી પવને ભાત,
ધરતી હૈયે હરખ જાણે, ઊઘડી સોન પ્રભાત.
કંકુવરણા આભલીયે હવે,ઉતરી પતંગની ફોજ,
કાપ્યો ગયોના શોરમાં લૂંટાય ખુશીઓની મોજ.
ફિરકી પકડી પિતા ઊભો ને, પુત્ર હોંશે કિન્ના બાંધે,
સાત પેઢીનો હરખ જાણે કે ક્ષણથી ક્ષણને સાંધે.
કાચી પાકી દોરી તાંતણે,આભ જીતવાની હોડ,
દિલમાં રાખેલ ઈચ્છાઓને આજ પતંગે જોડ.
પેચ લડાવવો રમત ગણાય,ખરું તો ઢીલ મૂકવું,
જીવન કેરા આંગણિયે પણ, હારીને જીતતાં શીખવું.
-દિનેશ નાયક 'અક્ષર'
