યાદ ઢોળાયા કરે
યાદ ઢોળાયા કરે
1 min
5
આંખ વર્ષોથી છલકાયા કરે,
કોણ આવી આંસુની માયા કરે.
શ્વાસમાં છે છીપનો આકાર કે ?
રેતનું હોવું ય વલખાયા કરે.
હું નદી છું, ને કિનારે વૃક્ષ છે,
ફૂલ ક્યાં રોજ હરખાયા કરે.
ક્યાંક તો ઈશ્વર વસતો હશે,
બારણાં બંધ તોય ખખડાવ્યા કરે.
હોઠ પર હોતું નથી જે નામ,
મૌનમાં એની યાદ ઢોળાયા કરે.
-દિનેશ નાયક 'અક્ષર'
સરડોઈ
